જામનગરમાં સોશિયલ મીડિયામાં મહિલાના નામે ફેક આઈડી બનાવી બ્લેક મેઈલ કરનાર ગેંગનો એક શખ્સ ઝડપાયો છે. ફેક આઈડી બનાવ્યા બાદ મિત્રતા કરી ન્યુડ વિડીયો કોલ કરી, કોલનું રોકોર્ડિંગ કરી ગેંગ દ્વારા સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપતા હતા. ગેંગના અન્ય શખ્સો યુટ્યુબ અને સીબીઆઈના અધિકારી હોવાનું કહી નાણા પડાવતા હતા. જામનગર સાઈબર ક્રાઈમ પોલીસે હરિયાણાના મેવાતથી મેસરદીન ઇબ્રાહીમ મેવાતીની ધરપકડ કરી છે. હાલ ગેંગનો એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો છે.
