સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં રહેતા રાજુબેન ભાગવત 30મી નવેમ્બરે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ તેમના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતાં . ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં ‘આગળ ઝઘડો ચાલે છે, આવતા જતા લોકોને લૂંટી લે છે’ તેમ કહીને બે ગઠિયાઓએ વૃદ્ધાએ પહેરેલા દાગીના પ્લાસ્ટિકની બેગમાં મૂકાવીને બેગ લઈને ફરાર થઈ ગયા છે.
ત્યારબાદમાં આ બંને ગઠિયાઓએ અચાનક જ એક પ્લાસ્ટિકની બેગ ફરિયાદીને આપતા ફરિયાદીએ તેમની પાસે રહેલા દાગીના ભરેલી પ્લાસ્ટીકની બેગ તેમને આપી હતી. બાદમાં બંને ગઠિયાઓ બાઇક લઇને ફરાર થઇ ગયા હતાં. જો કે, થોડા સમય બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં ફરિયાદીએ ગઠિયાઓએ આપેલી પ્લાસ્ટીકની બેગમાં તપાસ કરતા દાગીના મળી આવ્યા નહોતા.
છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટીઝન સાથે આ પ્રકારના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે આવા ગઠિયાઓ સિનિયર સિટીઝનને જ નિશાનો બનાવે છે.
