જૈનોના પવિત્ર તિર્થ શેત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીએ લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. પાલિતાણાના તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે. સાથે જ મુંબઈ, મદ્રાસ, સુરત, વડોદરા અને અમદાવાદના જૈન આગેવાનો દાદા સાહેબ મંદિર ખાતે પહોંચશે. ભાવનગરનો જૈન સમાજ પણ વાહનો સાથે દાદા સાહેબ ખાતે પહોંચશે. આગામી 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલી યોજવામાં આવશે.
નિલકંઠ મહાદેવ નજીક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુરજકુંડ વિસામા ખાતે બોર્ડ અને આ વિસ્તારની જગ્યામાં કોઈ ભાંગફોડ કે ધર્મ વિરુદ્ધનું કૃત્ય ન થાય તે માટે CCTV મુકવા સ્ટેન્ડ માટેના થાંભલા ઉભા કરાયા હતા. જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે, આ બોર્ડ અને સીસીટીવી માટેના થાંભલા તોડી નાખવાની ઘટનાથી વિવાદ વકર્યો છે.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પાલિતાણા પીઆઈને લેખિત પત્ર પાઠવી તોડફોડ કરનાર તત્ત્વો સામે ફરિયાદ દાખલ કરવા અને પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરાઈ છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …