ગુલ્લીબાજ ડૉક્ટરના કામકાજનો હિસાબ માગ્યો અઠવાડિયામાં 2 વખત OPDમાં આવવાનો નિયમ

રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર્સના કામનો રિપોર્ટ તૈયાર કરવાનું સૂચન કર્યું છે. સાથે જ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો-કર્મચારીઓ સવારે 9થી સાંજના 5 વાગ્યા દરમિયાન ફરજ પર હાજર રહે તેનું ધ્યાન રાખવાની વિભાગના વડાઓને સૂચના અપાઇ છે.
રાજ્ય સરકારના આદેશથી સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની કોન્ટ્રાક્ટ પર નિમણૂક કરાઈ છે. જેઓને દર મહિને એક લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે આવે છે. કોન્ટ્રાક્ટ પરના તબીબોએ અઠવાડિયામાં 2 વખત OPDમાં આવવાનો નિયમ છે. સૂત્રો દ્વારા મળતી મીહિતી અનુસાર, આ કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરો અઠવાડિયામાં બે વખત તો આવે છે, પરંતુ તેઓ અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ જતાં હોવાથી સરકારી હોસ્પિટલમાં માત્ર બે કે ત્રણ કલાક જ OPD ચલાવીને જતા રહે છે, જેની અનેક ફરિયાદો ઉઠી હતી. જેથી હવે રાજ્ય સરકારે ગુલ્લીબાજ ડૉક્ટરના કામકાજનો હિસાબ માગ્યો છે.
કોન્ટ્રાક્ટ પરના ડૉક્ટર્સના કામનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ અપાયો છે. તેમણે (કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરોએ) એક મહિનામાં હોસ્પિટલમાં કેટલા દિવસ અને કેટલી ઓપીડી ચલાવી છે. સાથે કેટલી સર્જરી કરી અને કેટલા દર્દીઓને તપાસ્યા છે જેવી લેખિત માહિતી એક મહિનામાં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »