સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે અનેક રસ્તાઓ તૂટી રહ્યાં છે અને શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. તંત્રની બેદરકારી અને શાસકો ની નિષ્ફળતા સામે હવે લોકો બરોબરના અકળાયા છે. ગઈકાલે રાત્રે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં મોટો ભુવો પડતા અકળાયેલા લોકોએ આ ભુવામાં ભાજપના ઝંડા ગણાવીને આ ભુવો ભાજપના ભ્રખ્ટાચાર નો ભુવો છે તેવું કહીને આક્રોશ ઠાલવ્યો હતો. સુરતમાં હાલમાં ચોમાસાની સિઝન સાથે લોકોને ભારે હાલાકી પડી રહી છે. સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરી સુરતીઓ માટે આફત બની રહી છે તેના કારણે ચક્કાજામની સ્થિતિ તો થઈ જ રહી છે. પરંતુ હાલમાં શરુ થયેલા વરસાદના શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે અને અનેક જગ્યાએ ભુવા પડવાનું શરુ થયું છે. પાલિકા એક રસ્તો રીપેર કરે ત્યાં બીજો રસ્તો તુટી રહ્યો છે તેવી જ રીતે એક ભુવાને પુરી રસ્તો શરુ કરે તે પહેલા બીજા ભુવા પડી રહ્યાં છે.પાલિકાના જહાંગીરપુરા અને ડિંડોલીમાં બે એક બે મહિના પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતાં પાલિકાની રસ્તાની કામગીરી સામે મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે. દરમિયાન ભુવા પડવાની ઘટના હવે સામાન્ય થઈ રહી છે તેથી લોકોની ધીરજ હવે ખૂટી રહી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …