આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શંનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો આયુષ મેળો
તા આજે જિલ્લા પોલીસ તાલીમ ભવન, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે સરપટ યોજાયો હતો.
મેળાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા, મુખ્ય અતિથિ તરીકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અતિથિ વિશેષ
તરીકે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, ભુજ પાલિકા પ્રમુખશ્રી
રશ્મિબેન સોલંકી, કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ
એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ સારવારનું લાઈવ ડેમોન્સટ્રેશન તથા રક્તમોક્ષણ જલોકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિવિધ
માહિતી, વિવિધ પ્રદર્શન, યોગ નિદર્શન, સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …