શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
ભુજ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરનું બેન્ડ પરફોર્મન્સ જોઈ મોદીજી તેમજ મહાનુભાવોની પ્રસંશા મેળવવામાં આ વિધાર્થિનીઓ યશભાગી બની હતી. આમ રાષ્ટ્રીય લેવલ પર કચ્છ જિલ્લા નું અને સંસ્થાનું ગૌરવ વધારી પ્રશંસાપાત્ર બની છે
આ પ્રશંસનીય પ્રસ્તુતિ બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી,સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો એ અંતરના રૂડા આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવવા માં આવી.
આ પ્રસંગે અતિ ઉત્સાહસભર લાગણીની અનુભૂતિ સાથે મંદિર નું ટ્રસ્ટી મંડળ, સંસ્થા નું સંચાલક મંડળ, સંસ્થા ના આચાર્યા સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશ ના હરિભક્તો દ્વારા ખૂબ ખૂબ શભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે