SRP જવાનો ભરેલી બસ પલટી:બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક કોતરમાં ઊતરી ગઈ; સંખ્યાબંધ જવાનો ઘાયલ

હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30થી વધુ એસઆરપી જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 04 જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાનો આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઢાળ ઉતરતા બ્રેક ફેલ થઈ ગઈ હતી. 40થી વધુ જવાનો સાથે બસ બેકાબૂ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30થી વધારે જવાનોને ઇજાઓ પહોંચતા તમામને અન્ય બસ અને 108 મારફતે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ઇજાગ્રસ્ત 8 જવાનોને વડોદરા ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સ હાલ તમામ જવાનોને સારવાર આપી રહ્યા છે. અન્ય કોઈ જવાન ગંભીર ઇજાગ્રસ્ત હશે તો તેને પણ વડોદરા રીફર કરવામાં આવશે.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?