ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમા હોય તેવુ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરોએ એકી જાટકે રાજીનામા ધરી દેતા કલોલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પાપ્ત વિગતો મુજબ નગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કર્યા બાદ આ તમામ કોર્પોરેટરો નારાજ થયા હતા અને જે મુદ્દે નારાજગી વ્યક્ત કરીને તેમણે રાજીનામા ધરી દીધા છેઅત્રે જણાવીએ કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક સામે કોર્પોરેટરમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સામે પણ કોર્પોરેટર નારાજ હોવાથી કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યાની વાત સામે આવી છે.
જણાવીએ કે, અગાઉ પણ પ્રમુખની વરણી મામલે કલોલ નગરપાલિકામાં વિવાદ થયો હતો. અગાઉ પણ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા. બાદમાં સમજાવટથી કોર્પોરેટરોએ રાજીનામા પરત ખેંચ્યા હતા. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક બાદ ફરી કોર્પોરેટરના રાજીનામા આપી દીધા છે. જનરલ બોર્ડની બેઠક પહેલા જ કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે.