આગામી અઠવાડિયે થવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલે રાજ્યના કયા ભાગમાં કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તેની આગાહી કરી છે.
બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ વરસાદ લઈને આવી રહ્યું છે. જેના કારણે મધ્યપ્રદેશ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના કેટલાભાગો જળબંબાકાર થવાની શક્યતાઓ રહેલી છે.
મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં 250mm કરતા વધુ વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 300mm વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે
મણે તારીખ 25-30માં અને જૂલાઈની શરુઆતમાં સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જુલાઈની શરુઆતમાં કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ આ સમય દરમિયાન થઈ શકે છે.