સ્પેનમાં હવે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રજા લઈ શકશે.તેને લઈને સ્પેનની સંસદે ગુરુવારે મહિલાઓને મેડિકલ લવી આપવા માટે કાયદાને અંતિમ મંજૂરી આપી દીધી છે. આવું કરનારો સ્પેન પ્રથમ યુરોપિય દેશ બની ગયો છે.
સરકાર તરફથી નિવેદનમાં કહેવાયું છે કે, આ કાયદાના પક્ષમાં 185 મતદાન થયું તો 154 વોટ તેની વિરુદ્ધમાં પડ્યા. આપને જણાવી દઈએ કે, સ્પેનમાં પહેલા માસિક ધર્મ દરમિયાન જાપાન, ઈંડોનેશિયા અને ઝામ્બિયા જેવા અમુક દેશમાં રજા આપવામાં આવતી હતી. કાયદો પાસ થયા બાદ સ્પેનના મંત્રી ઈરેન મોંટરોએ ટ્વિટ કરીને કહ્યું કે, નારીવાદી પ્રગતિ માટે આ એક ઐતિહાસિક દિવસ છે.
બીજી તરફ સ્પેનમાં આ કાયદાની વિરુદ્ધ યૂનિયનો ઉતરી આવ્યા છે. સ્પેનની સૌથી મોટી ટ્રેડ યૂનિયનમાંથી એકનું કહેવું છે કે, આ કાયદા કામના સ્થળમાં મહિલાઓને કલંકિત કરી શકે છે અને પુરુષોની ભરતીનો પક્ષ લઈ શકે છે. તો વળી મુખ્ય વિપક્ષી કંઝર્વેટિવ પોપ્યુલર પાર્ટીએ પણ ચેતવણી આપી છે કે, કાયદો મહિલાઓને કલંકિત કરે છે. તેમના માટે શ્રમ બજારમાં નકારાત્મક પરિણામ આવી શકે છે.