લવારપુરમાં રહેતો જતીન પૈસા ઉપાડીને અન્ય ને આપતો, કમીશન રોકડી કરી લેતો
વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઇમના ગુનાઓને નાથવા સારૂ મે. I/C અધિક પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ નાઓએ કડક અને સઘન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને I/C પોલીસ મહાનીરીક્ષકશ્રી ક્રાઇમ-૪ શ્રી ચૈતન્ય માાંડલીક સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ભરતસંગ ટાંક સાહેબની સુચનાથી ગુજરાત રાજ્યમાંથી કરવામાં આવતા સાયબર ક્રાઇમને લગતા ગુના કરતા ગુનેગારોને પકડવા માટે સાયબર ઇન્ટેલીજન્સ યુનીટ બનાવવામાં આવેલ જેમા ટેકનીકલ એનાલીસીસ કરતા જાણવા મળેલ કે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર જીલ્લાના ના એસ.બી.આઇ. બેંક એકાઉન્ટ નંબરો અનુક્રમે (૧) ૩૩૦૯૭૬૧૨૫૩૧ (૨) ૪૨૮૯૯૮૭૮૩૯૮ (૩) ૩૦૧૧૦૨૨૬૨૧૫ (૪) ૩૩૩૮૬૫૬૦૯૭૮ મળી આવતા હોય સદર બેંક એકાઉન્ટમાં અલગ-અલગ રાજ્યની NCCRP પોર્ટલ પર કુલ-૦૯ ફરીયાદો જોવા મળેલ સદર NCCRP પોર્ટલ પર ફરીયાદી જોડે અલગ-અલગ સાયબર ફ્રોડ ની એમ.ઓ થી ફ્રોડ કરી એકાઉન્ટમાથી ચેક વિડ્રો કરી નાણા ઉપાડતો હોવાનુ જણાય આવેલ સદર એકાઉન્ટમાથી મળી આવેલ ચેક વિડ્રોની માહીતી બેંક પાસેથી મેળવી તેમાં ચેક વિડ્રો કરતી વખતે જે મોબાઇલ નંબર આપવામાં આવેલ હોય તે મોબાઇલ નંબરોના લોકેશન લવારપુર ગાંધીનગર તેમજ કુડાસણ ગાંધીનગર ખાતેના આવતા હોય જે લોકેશન તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદના આધારે રેઇડ કરેલ સદર આરોપીની પુછપરછ કરતા જાણવા મળેલ કે પૈસા ઉપરોક્ત બેંક એકાઉન્ટ તેના ભાઇ, માતા,પિતા ના એકાઉન્ટમાં નાણા મેળવી કુલ રૂ.૨૦,૩૭,૫૦૦/- અલગ-અલગ ચેકથી વિડ્રો કરી સાયબર ક્રાઇમ ફ્રોડથી આવેલ નાણાને સગેવગે કરીને આર્થિક લાભ મેળવી ગુનો કરી રહેલાની હકીકત મળેલ હોય.
સદર ઇન્ટેલીજન્સ યુનીટ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી ગાંધીનગર જીલ્લાના લવારપુર તથા કુડાસણ ગાંધીનગર ખાતે હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી રેઇડ કરેલ જે રેઇડના આધારે આરોપી જતીન સ/ઓ દશરથભાઇ પ્રજાપતિ રહે, પ્રજાપતિવાસ, ગામ-લવારપુર, તા.જી.ગાંધીનગરનાઓને પકડી આરોપી પાસેથી ૧ મોબાઈલ ફોન તેમજ ગુનાના કામ માં વપરાયેલ એસ.બી.આઇ એકાઉન્ટ ની પાસબુક અને ચેક મળી આવેલ જે આધારે અત્રેની કચેરી સ્ટેટ સાયબર ક્રાઇમ પો.સ્ટે., સી.આઇ.ડી. ક્રાઇમ,ગુ.રા., ગાાંધીનગર ફ.ગુ.ર.નં.૧૧૨૦૧૦૧૮૨૫૦૦૧૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૭(૨), ૩૧૭(૪) ગુનો દાખલ કરી આરોપી અટક કરેલ છે.
સદર ગુનાની વધુ તપાસ કરતાં આ આરોપીએ ફ્રોડ ના પૈસા ઉપાડી પોતાના મિત્ર ગૌરાંગ જગદીશભાઇ ગજજર રહે લવારપુર ગામ ગાંધીનગર નાઓને આપેલ હોય તેમજ નાણા રુપિયા ૧૪૦૦૦ કમિશન પેટે મેળવેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે.
સદર ગુના આરોપી જતીન સ/ઓ દશરથભાઇ પ્રજાપતિ રહે લવારપુર તા.જી.ગાંધીનગર ૧૮/૦૩/૨૦૨૫ ના રોજ અટક કરી સમય મર્યાદામાં નામદાર કોર્ટ માં રજુ કરી નામદાર કોર્ટ દ્વારા ૧૯/૦૩/૨૦૨૫ સુધીના રીમાન્ડ મેળવવામાં આવેલ છે. જેની વધુ તપાસ હાલ ચાલુ છે.
સદર કામગીરી ડી.પો.ઇન્સ.શ્રી એમ.આર.રાદડીયા, પો.સબ.ઇન્સ.શ્રી એસ.જે.પટેલ પો.કો.અજયરાજસિંહ જાડેજા, પો.કો. હરપાલસિંહ પરમાર, ટેક્નીકલ એક્સ્પર્ટ રાજ ગોહિલ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.