સુરતમાં પાલતુ શ્વાન માટે લાઈસન્સ ફરજિયાત: 10 પાડોશીની મંજૂરી વગર ન મળી શકે કૂતરું પાળવાનો હક

by chanchal bhuj bhuj
0 comments

સુરત, તા. ૨ જુલાઈ:
સુરત શહેરમાં હવે કૂતરું પાળવા ઈચ્છતા નાગરિકો માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનો માટે લાઇસન્સ ફરજિયાત કર્યો છે અને લાઇસન્સ મેળવવા માટે સોસાયટીના ચેરમેન તેમજ 10 પાડોશી નાગરિકોની લેખિત બાંયધરી ફરજિયાત રાખવામાં આવી છે.

અમદાવાદમાં પાલતુ શ્વાનના દાઝવાથી એક બાળકનું દુઃખદ મોત થયું પછી સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે. પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા નવો લાઈસન્સ નિયમ ઘડવામાં આવ્યો છે, જેના માધ્યમથી નાગરિકોની સુરક્ષા, સાફસફાઈ અને શ્વાનોના નિયંત્રણને લક્ષમાં રાખવામાં આવ્યો છે.

માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ દિગ્વિજયરામે જણાવ્યું હતું કે, સુરતમાં હવે જે પણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખે છે તે માટે લાઈસન્સ ફરજિયાત છે. લાઈસન્સ વિના શ્વાન રાખવા પર પાલિકા કાર્યવાહીમાં ઉતરી છે. અત્યાર સુધીમાં 1000થી વધુ શ્વાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો નોટિસનો અનુસંધાન નહીં થાય તો તેમને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં જજ દંડ કે અન્ય પગલાં નક્કી કરશે.

લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા:
પાલિકાનું નક્કી કરેલું ફોર્મ ભરવું પડશે

સોસાયટીના ચેરમેન તથા 10 પાડોશીઓના લેખિત સંમતિપત્ર જોડાવા ફરજિયાત

શ્વાનના રસીકરણના પ્રમાણપત્ર

પાલતુ શ્વાન માટે યોગ્ય વ્યવસ્થા હોવાની ખાતરી

લાઇસન્સ માટે નિયમિત રિન્યુઅલ પ્રક્રિયા રહેશે

શહેરીજનો માટે ચેતવણી:
લાઇસન્સ વિના શ્વાન પાળનાર સામે દંડ, શ્વાન જપ્ત કરવાની કાર્યવાહી તથા કાયદેસર પગલાં લેવામાં આવશે. નાગરિકોએ નિયમોનું પાલન કરી પાલિકા સાથે સહકાર આપવો અનિવાર્ય છે.

You may also like

Leave a Comment