કેન્દ્ર સરકાર સર્વાઈકલ કેન્સરને રોકવા માટે મહત્વના નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ સરકાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે કે, દેશના વૈજ્ઞાનિકોએ સર્વાઈકલ કેન્સરની સારવાર માટે એચપીવી વેક્સિન તૈયાર કરી લીધી છે અને ટૂંક સમયમાં 9થી 14 વર્ષની બાળકીઓને આપવામાં આવશે. હવે જાણકારી મળી રહી છે કે, કેન્દ્ર સરકાર આ કિશોરીઓને સ્કૂલમાં જ વેક્સિન આપવાનો પ્લાન બનાવી રહી છે. ભારતમાં મહિલાઓને થતાં કેન્સરમાં સર્વાઈકલ કેન્સર બીજા નંબર પર છે. વૈશ્વિક સ્તર પર સૌથી વધારે ભારતમાં સર્વાઈકલ કેન્સરના કારણે મોત થાય છે. ભારતમાં એક વર્ષમાં 80,000 મહિલાઓના મોત સર્વાઈકલ કેન્સરથી થાય છે.
જાણીએ આ રસીકરણ માટે કેવો છે સરકારનો પ્લાન
- સર્વાઈકલ કેન્સરની વેક્સિન સૌથી પહેલા એ સ્કૂલોમાં આપવામાં આવશે, જ્યાં છોકરીઓની સંખ્યા વધારે છે
- અભિયાનના દિવસે જે છોકરી શાળાએ આવી શકી નથી, તેને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર વેક્સિન લગાવાની રહેશે
- સ્કૂલ ન જતી 9થી 14 વર્ષની છોકરીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને મોબાઈલ ટીમના માધ્યમથી વેક્સિનેશનનો ભાગ બનાવામાં આવશે
- રજીસ્ટ્રેશન માટે યૂ વિન એપનો ઉપયોગ કરી શકશો