ગાંધીનગરમાં 1985થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે. ત્યારે લોકોત્સવ બની ગયેલા રથયાત્રાના તહેવાર દરમ્યાન આવતીકાલે ગાંધીનગરમાં પરંપરાગત રુટ ઉપર 40મી રથયાત્રા નિકળશે. સવારે પંચદેવ મંદિરથી રથયાત્રાને પંચદેવ યુવક મંડળના ખલાસીઓ ખેંચશે અને આ યાત્રા જુના અને નવા સેક્ટરો થઇને બપોરે સે-29 જલારામ મંદિર મોસાળામાં પહોંચશે ત્યાં વિરામ કર્યા બાદ ફરી રથયાત્રા જુના સેક્ટરોમાં થઇને નિજ મંદિર પરત ફરશે. રથયાત્રા હાથી-ઘોડા જેવા આકર્ષણો ગુમાવી રહી છે તેમ છતા ભગવાનના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અષાઢી બીજને રથયાત્રા એ હવે કોઈ ધાર્મિક ઉત્સવના બદલે લોકોત્સવ બની ગયો છે. જેમાં દરેક જ્ઞાાતિના અને દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. ત્યારે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાની જેમ જ ગાંધીનગરની રથયાત્રાનું પણ એટલું જ મહત્વ છે. વર્ષ 1985 થી ગાંધીનગરમાં નિકળતી રથયાત્રા આવતીકાલે ૪૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે. ગાંધીનગરની 31 કીલોમીટર લાંબી રથયાત્રામાં અગાઉની જેમ મોટી નહીં હોય વાહનની દ્રષ્ટીએ આ રથયાત્રા નાની હોવાનો અંદાજો છે. તેમ છતા ભક્તોની ભક્તિમાં ઓટ આવી નથી અને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીના દર્શન માટે સવારથી જ માર્ગોની બન્ને બાજુ ભક્તોની ભીડ જોવા મળશે અને નગરના માર્ગો જય રણછોડ…માખણ..ચોર..ના નાદથી ગુંજી ઉઠશે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …