રાજ્યમાં નવા શૈક્ષણિક સત્તાનો પ્રારંભ આગામી તારીખ 13 જૂનથી થઈ રહ્યો છે. શાળાએ આવતા બાળકોને લાવવા અને લઈ જવા માટે સ્કૂલવાન બસ કે ઓટો રીક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહનોની અંદર વિદ્યાર્થીઓ બેસાડવાની સંખ્યા માટે નિયમો નિયત કરવામાં આવ્યા છે. શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં વાહનની બેઠક ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત આગની ઘટના બને નહીં તે માટે અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત કરાયા છે.સ્કૂલ બસમાં ફાયર એલાર્મ પ્રોટેક્શન સિસ્ટમ હોવી જરૂરી છે. વાહનની ગતિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. વાહનમાં ફિટનેસ સીએનજી કે એલપીજી કીટને અલ્ટરનેશનની પ્રક્રિયા બાદ ફીટ કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરાવવાની રહેશે. શાળાના સંચાલકોએ સ્કૂલ વાનની ચકાસણી અવારનવાર કરવી ફરજીયાત છે.રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્ફુલવાન, રિક્ષા કે બસમાં બાળકોને શાળા લઇ જતી વખતે કેવા કેવા પ્રકારની સલામતીની તકેદારી રાખવી તેની જાણકારી શાળાના આચાર્યોને આપવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો છે. તેમાં સ્કૂલ વર્ધીમાં વપરાતી ઓટો રીક્ષા કે વાનમાં બેઠકની ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓ બેસડવા માટે 12 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે,
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …