નવી મોદી સરકાર અસ્તિત્વમાં આવતાં જ ઘર વિહોણા લોકોમાં ઘરની આશાનો સંચાર થયો છે. સરકારની રચના બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાને બોલાવેલી નવી કેબિનેટની પહેલી બેઠકમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પીએમ આવાસ યોજનાને લંબાવી દીધી છે અને આ હેઠળ 3 કરોડ નવા ઘરોના બાંધકામને લીલીઝંડી આપી દીધી છે. મોદી કેબિનેટના આ નિર્ણયથી ઘર વિહોણા લોકોને મદદ મળશે.71 મંત્રીઓ સાથે શપથ લીધાં બાદ પ્રધાનમંત્રી મોદીએ આજે તેમના સત્તાવાર નિવાસસ્થાન કેબિનેટની પહેલી બેઠક યોજી હતી જેમાં એનડીએના તમામ સાથીઓ હાજર રહ્યાં હતા. મંત્રીઓના ખાતાની ફાળવણી અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. આ પહેલા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રવિવારે સાંજે આયોજિત કાર્યક્રમમાં તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શપથ લીધાં બાદ પીએમ સાઉથ બ્લોક પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો. વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ પીએમ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …