ઉપલેટાની HDFC બેન્કમાં ખોટા બિલો અને ડોક્યુમેન્ટ રજૂ કરી લાખો રૂપીયાની લોન મેળવી લોન નહીં ભરેલ તેમજ શરતોનું પાલન નહીં કરતા HDFC બેન્કના રિજનલ મેનેજર દ્વારા ઢાંક ગામના નવ વ્યક્તિઓ સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીછે. જેમાં આ છેતરપિંડીમાં બેંક મેનેજર દ્વારા પુરૂષો તેમજ મહિલાઓ સહિત નવ જેટલા વ્યક્તિઓના નામની ભાયાવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ બાબતના ફરિયાદી અને HDFC બેન્કના રિજનલ મેનેજર કેતનભાઇ જગદીશચંદ્ર દવે દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિઓ HDFC બેન્કની ઉપલેટાની શાખામાં ગ્રાહક બની પશુ ખરીદવા માટે તેમજ પશુ સંબંધિત પશુપાલકોને મળતી લોન મેળવવા માટેની અરજીઓ કરી તેમની સાથે દૂધની આવક અંગેના દાખલાઓ તેમજ અલગ-અલગ દૂધની ડેરીઓ ખાતેથી બનાવટી ડોક્યુમેન્ટ મેળવી અને ખોટી માહિતીઓ આપી બનાવટી ડોક્યુમેન્ટને ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી લોન મેળવી હતી. બેંકને લોનની રકમ નહીં ચૂકવતા તેમજ લોનના એગ્રીમેન્ટની શરતોનું પાલન નહીં કરતા બેન્ક દ્વારા આપવામાં આવેલી કુલ રૂપિયા 64,66,449/- ના નાંણાની રકમ નહીં ચૂકવતા બેંક સાથે છેતરપિંડી કરી હતી.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …