મેયરની નિમણૂકનો મામલો પાછો ડખે ચડ્યો છે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખે ચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી 18 જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.ગાંધીનગરના સ્થાનિક નેતાઓએ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણીને લઈને ઉતાવળ કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. ભાજપનું મોવડી મંડળ કેન્દ્રીય મંત્રીમંડળની રચનામાં વ્યસ્ત હોવાથી ગાંધીનગરના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂકમાં સમય લાગશે. જેના કારણે એક સપ્તાહ આ નિમણૂક પાછળ ઠેલાઇ છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …