મહિલા કોલેજના PSM વડા ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે.
ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. જોકે અંદર ટીવી.પંખા ચાલુ હતા. મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. દીકરો ગોધરા ઈન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવે છે. જોકે આજે બધા આવ્યા બાદ પીએમની કાર્યવાહી થશે. હાલમાં આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરુ કરી છે.