ભુજ
મુંદરા તાલૂકાના ધ્રબ ગામે માટીના ડુંગરમાં માટીની સુરંગમાં મિત્રો સાથે રમતા રમતા એક યુવાનનો જીવ ગયો છે.આ અંગે પોલીસદફ્તરેથી મળતી વિગતો મુજબ મુંદરા તાલુકાના ધ્રબ ગામે માટીના ડુંગરમાં માટીની સુરંગ બનાવીને મિત્રો સાથે રમતા રમતા અચાનક માટીની ભેખડ ધસી પડતા માટીમાં દબાઇ જવાથી ગૌતમકુમાર અજય પાસવાન ઉ.વ.15 રે.મુળ ગામ નિરખપુર જી.પટના બીહારનું મોત નિપજ્યુ હતું.
