લોરીયા પાસે ગાડી પલ્ટી જતા માતા પિતાની નજર સામે પુત્રીનું મોત

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
ભુજ થી ખાવડા જતા રોડ પર લોરીયા ચેકપોસ્ટથી પહેલા એક આઇટેન કાર પલ્ટી જતા તેમાં સવાર માતાપીતાની નજર સામે જ પુત્રીનુ મોત નિપજ્યુ હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ભુજથી ખાવડા જતા રોડ પર ચેકપોસ્ટ પહેલા અમદાવાદના મહેન્દ્રભાઇ મનસુખભાઇ કોડાવલા કચ્છ આવ્યા હતા ત્યારે તેમની કબ્જાની ગાડી નં.જી જે 01 કેડી 9228 આઇટેન બેદરકારીથી ચલાવીને પલ્ટી ખવડાવીને પોતાને તથા પોતાની પત્નીને ઇજા પહોંચાડી તેમજ આ અકસ્માતમાં તેમની દિકરીને માથામાં તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યુ હતું.

You may also like

Leave a Comment