ભુજ તાલુકાના જુમાવાંઢ ગામની ઉતરાદી સીમમાં આવેલા ધુનારા તળાવ પાસેથી દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સની એસઓજીએ ધરપકડ કરેલ છે.આ અંગે મળતી માહીતી મુજબ ભુજ તાલુકાના જુમા વાંઢ ગામી ઉતરાદી સીમમાં આવેલ ધુનારા તળાવ પાસેથી પોલીસ હેડકોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાઓને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ભિલાલ રમજુ ગગડા ઉ.વ.25 રે.જુમાવાંઢ તા.ભુજની ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક કીંમત રુપીયા 1000 તથા સ્ટીલના છરા સાથે તેને ઝડપી લેવામાં આવેલ છે.આ આરોપી અગાઉ માધાપર પોલીસ સ્ટેશનની હદમાં થયેલ કેબલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાનું પોલીસે જણાવ્યુ હતું.એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ટી.મઠીયા, એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, પોલીસ હેડકોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, રઘુવીરસિંહ જાડેજા તથા રજાકભાઇ સોતાનાઓએ કાર્યવાહી કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …