ચીનની સેના પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં સતત ખોદકામ કરી રહી છે. તેણે અહીં હથિયારો અને ઈંધણના સંગ્રહ માટે ભૂગર્ભ બંકર બનાવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં એક મુખ્ય મથક પર બખ્તરબંધ વાહનો માટે એક બેઝ પણ તૈયાર કર્યો છે. સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં આ વાત સામે આવી છે.અહેવાલો અનુસાર, પેંગોંગ તળાવ નજીકના પહાડોની વચ્ચે સિરજેપમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) બેઝ છે. આ બેઝ તળાવની આસપાસ ચીની સૈનિકોનું મુખ્યાલય છે. તે એવા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જેના પર ભારત દાવો કરી રહ્યું છે. તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી માત્ર 5 કિ.મી. દૂર છે. મે 2020માં એલએસી પર ચીન અને ભારત વચ્ચેના વિવાદ પહેલા આ વિસ્તાર સંપૂર્ણપણે ખાલી હતો, જેમાં કોઈ વસાહત ન હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …