ગુજરાતમાં રેડક્રોસ શાખાઓ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે જલધારા પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેનશ્રી અજયભાઈ પટેલના સહયોગ થી ગુજરાતમાં રેડક્રોસ શાખાઓ દ્વારા જલધારા પ્રોજેકટ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા શાખા દ્વારા તારીખ 20/04/2025, રવિવાર ના રોજ ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્ય ના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે જલધારા પ્રોજેક્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં લોકોને શીતળ પાણી મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા શાખાના વાઇસ ચેરમેનશ્રી વિમલભાઈ મહેતા, સેક્રેટરીશ્રી મીરાબેન સાવલિયા, રેડક્રોસના વોલ્યુન્ટીયર અને ગામજનો હાજર રહ્યા હતા. જલધારા પ્રોજેકટ ના માધ્યમ થી કચ્છમાં લોકો બહોળી સંખ્યા માં સેવા નો લાભ લઈ રહ્યા છે.

You may also like

Leave a Comment