ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી

by JAYENDRA UPADHYAY
0 comments

ગાંધીનગર
ગુજરાત કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવા મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં નવા પ્રમુખોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે મજબૂત થવા વધુ એક મોટો નિર્ણય કર્યો છે.ચાર સભ્યોની ટીમ એપ્રિલ મહિના દરમિયાન દરેક જિલ્લાનો પ્રવાસ કરશે અને સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ મે મહિનામાં 41 જિલ્લા અને શહેર એકમોમાં નવા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ રાજ્યભરમાં પાર્ટીના સંગઠનને નવેસરથી મજબૂત કરવાનો અને આગામી ચૂંટણીઓ માટે કાર્યકરોને તૈયાર કરવાનો છે.

જિલ્લા પ્રમુખોની શોધ કરવા AICC નિરીક્ષકો સાથે કોંગ્રેસે ગુજરાત નેતાઓને પણ જવાબદારી સોંપી છે. એક AICC નિરીક્ષક સાથે 4 ગુજરાતના નિરીક્ષકોની ટીમ તૈયાર કરી છે. જેમાં પાંચ સભ્યોની ટીમ આગામી 23 એપ્રિલથી સોંપાયેલ જિલ્લાઓના પ્રવાસે જશે તેવું નક્કી કરાયું છે. તેઓ સંગઠનના હોદ્દેદારોને મળી જિલ્લા પ્રમુખની પસંદગી કરશે.

કોંગ્રેસને પોતાના ગુમાવેલા ગઢ પરત મેળવવા માટે હાલ સ્થાનિક લેવલે સપોર્ટ મેળવવાની તાતી જરૂ છે. તેથી સ્થાનિક કક્ષાએથી મેળવેલ ફીડબેકના આધારે પ્રદેશમાં રિપોર્ટ કરાશે. રિપોર્ટના આધારે મે મહિનાના અંતમાં જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરાશે.

You may also like

Leave a Comment