ડુમસ ખાતે આવેલી કરોડોની સરકારી જમીનમા ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી મોટો ભ્રષ્ટાચાર આચરનાર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ વલસાડ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.આ મામલે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ધારાસભ્ય અને કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં આ મામલે પત્ર લખવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સીટની રચના કરી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી.સુરતના ડુમસમાં સરકારી જમીન ખોટી રીતે કોઈ અન્ય ખાનગી વ્યક્તિના નામે ચડાવીને આશરે 2000 કરોડ રૂપિયાનું જમીન આચરવાના મામલે વલસાડના કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. IAS અધિકારી આયુષ ઓક જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે આ જમીન વેચીને રાજ્યના મહેસુલ વિભાગને નુકસાન પહોંચાડવા બદલ રાજ્ય સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …