ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જેલેબી ખવડાવવામાં આવી

by JAYENDRA UPADHYAY
0 comments

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જેલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી.મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠકકર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે તેની ખુશીમાં ફ્રીમાં લોકોને જલેબી ખવડાવી છે.

ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ કોઈ પણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે.નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને તેમને પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું છે.અંદાજિત 15 કિલો જેટલી જલેબી ફ્રીમાં વિતરણ કરશે તેવું જણાવ્યું હતું.નરેન્દ્ર મોદીની શપથ વિધિની ઉજવણીમાં નિઃશુલ્ક જલેબી વિતરણ કરી હતી અને ઢોલ વગાડીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

You may also like

Leave a Comment