રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના જથ્થા પર SMCની રેડ, હજારો લીટરનો જથ્થો સિઝ કર્યો

SMCના એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમી મળી હતી. જેના આધારે SMCની ટીમે Dy.SP કામરીયાના માર્ગદર્શન હેઠળ રેડ કરતા બાયોડીઝલના હબ ગણાતું સૌરાષ્ટ્રના ગોંડલમાં જામવાડી જીઆઈડીસી નજીક ગોંડલ જેતપુર હાઈવે પર આવેલ કનૈયા હોટલના પાછળના ભાગમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરનાં પુરવઠા વિભાગની ટીમ ત્રાટકી હતી.પમ્પ માલિક ભરત ભુદરજી બકરાણીયા, વેચાણ કરનાર નોકરિયાત સાવન રજનીકાંત સુરેજા, ટેન્કર ડ્રાઈવર અકીલ સતાર બિલખિયાને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે બાયોડિઝલ સપ્લાયર કમલેશ ગણાત્રા (રહે.રાજકોટ) અને મોહંમદ તૌફિક મેમણ (રહે.અમદાવાદ)ને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગોંડલ જેતપુર હાઈવે પર કાગવડ ગામના પાટીયા પાસે આવેલ ધ ગ્રાન્ડ ખોડલ હોટલ અને વચ્છરાજ હોટલના ગ્રાઉન્ડમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર પણ રેડ પાડવામાં આવી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?