ભુજ, બુધવાર
કચ્છમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. કોઝ- વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દુર કરીને તેને પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં તા.૨૫-૦૮-૨૦૨૪ થી તા.૨૮-૦૮-૨૦૨૪ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ૧૨ (બાર) રસ્તાઓને અસર થતાં આ ધોવાણ થયેલા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. નાળા, પુલીયામાં વગેરેમાં જરૂરી મેટલકામ તથા પાઈપો વગેરે નાખી તથા રસ્તા પરના વૃક્ષો હટાવી યુધ્ધના ધોરણે રસ્તાની મરંમત કામગીરી હાથ ધરી અનેક રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે.