પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાને નિહાળીને જી-૨૦ ડેલિગેટસ‌ થયા અભિભૂત

સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિશ્રીઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

ઉષ્માભર્યા સ્વાગત બાદ ડેલિગેશનએ હડપ્પીય સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. કેવી રીતે ધોળાવીરા મહાનગરનો વિકાસ થયો અને નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને ડેલિગેટ્સ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન હડપ્પીય સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા તેમજ સુરક્ષિત દિવાલો વિશે વિગતવાર માહિતી ડેલિગેટસને અપાઇ હતી. પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત સ્ટેપ વેલ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોવર ટાઉન વગેરે જોઈને ડેલિગેટ્સ રોમાંચિત થયા હતા.

 

આ મુલાકાત દરમિયાન ભારત સરકાર ટૂરિઝમ વિભાગના સેક્રેટરી અરવિંદ કુમાર, પુરાતત્વીય વિભાગના એડીજી જાન્હવિજ શર્મા, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી શ્રી હારિત શુક્લા, ગુજરાત ટુરિઝમ વિભાગના એમડી શ્રી આલોક પાંડે, ગુજરાત ટૂરિઝમ વિભાગના જોઈન્ટ એમડી શ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સીંઘ સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?