ઐતિહાસિક શહેર ભુજની મધ્યમા આવેલું કચ્છનું માનીતું હમીરસર તળાવ આજે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે. રાજાશાહી વખતના આ રમણીય તળાવમાં ચારે તરફ ગંદકી ને કચરો જમા થઈ જવા પામ્યો હતો, જેને લઈ નરનારાયણ દેવ મંદિરના મહંત ધર્મનંદન દાસજી સ્વામીની પ્રેરણાથી સંપ્રદાયમાં પ્રસાદી સ્થળ તરીકે નોંધાયેલા હમીરસર તળાવને આસપાસના પાંચ ગામના અંદાજીત 500 જેટલા હરિભક્તો ના શ્રમદાન વડે મહા સફાઈ અભિયાન હેઠળ સ્વચ્છ કરવામાં આવ્યું રહ્યું છે. વહેલી સવારથી શરૂ કરાયેલા સફાઈ કાર્યમાં 15 ટ્રેકટર, 2 હાઇવા મશીન અને 2 જેસીબી મશીનને ઉપીયોગ માં લેવાયા છે.આ અંગે સ્વામિનારાયણ મંદિરના અક્ષયપ્રિયદાસ સ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રસાદી મંદિર ખાતે બિરાજમાન ઘનશ્યામ મહારાજની નુતબ મૂર્તિના 15 વર્ષના ઉપલક્ષસમાં મંદિરના મહંત સ્વામીની પ્રેરણાથી લોક લક્ષી કાર્ય સાથે પ્રસાદી સ્થળ તરીકે સંપ્રદાયમાં માનીતા હમીરસર તળાવની આજે ભુજ, માધાપર, મીરજપર, સુખપર અને નર નારાયણ નગરના અંદાજીત 500 જેટલા હરિભક્તોના શ્રમદાન વડે તળાવ રહેલા કચરાને એકત્ર કરી અન્ય સ્થળે નિકાલ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વરસાદી માહોલ વચ્ચે પણ સાંજ સફાઈ કાર્ય અવિરત કરવાની નેમ સ્વામીએ વ્યક્ત કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …