સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ ભાજપના સાંસદ પોતે ખુલ્લીને મેદાને આવ્યા છે. અમરેલીના 3 ટર્મના સાંસદ અને 2024ની ચૂંટણીમાં પડતા મુકાયેલા નારણ કાછડિયાએ કાર્યકરો સમક્ષ કોંગ્રેસથી લવાતા નેતાઓને લઇને બળાપો વ્યક્ત કર્યો છે.કાછડીયાએ હાલના ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપવાને લઇ કાર્યકરો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. કાછડીયાએ કાર્યકરોને કહ્યું કે, મને 3 વખત સાંસદ બનાવ્યો. પણ અમરેલીમાં દિલિપ સંઘાણી, મુકેશ સંઘાણી સહિત અનેક મજબૂત ચહેરાઓ હતા. પણ એવા વ્યક્તિને ટિકિટ આપી કે જે ગુજરાતીમાં વાત પણ કરી શકતો નથી. કાછડીયાના ભાજપ ઉમેદવાર સામે જ ખુલ્લા વિરોધનો આ વીડિયો આગની જેમ વાયરલ થયો છે. દિલીપ સંઘાણીના ઇફકોના ચેરમેન બનવાને લઇ આયોજિત કાર્યક્રમમાં કાછડીયાએ આ નિવેદન આપ્યું હતું. ત્યારે પત્રકારોએ જ્યારે આ અંગે પૂછ્યું ત્યારે તેમણે ફરી અમરેલીના નવા ઉમેદવાર ભરત સૂતરિયાને લઇ વિરોધ નોંધાવ્યો.કાર્યક્રમથી બહાર આવી કાછડીયાએ ફરી ભાજપની સિલેક્શન કમિટી, મોવડી મંડળ અંગે કોંગ્રેસના નેતાઓની ભરતીને લઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેમણે પત્રકારોના સવાલ પર ફરી અમરેલી બેઠકને લઇને નિવેદન આપતાં જણાવ્યું કે, સવારે કાર્યકરને પક્ષમાં લાવવામાં આવે છે અને બીજા દિવસે લોકસભાની ટિકિટ આપી દેવાય છે. કાછડિયાએ ઉમેદવારને લઇને એમ પણ કહ્યું કે, જે કાર્યકર્તાઓ કોંગ્રેસના લોકો સામે લડ્યા હોય, કોંગ્રેસનો માર ખાધો હોયો તે સ્ટેજ પર સાથે બેઠા હોય ત્યારે કાર્યકર્તાઓની આંતરડી બળે તે સ્વભાવિક છે. સમગ્ર ચૂંટણીમાં મતદાન અંગે નિરુત્સાહ પાછળ આયાતી ઉમેદવારો જવાબદાર છે તેવું કાછડીયાએ ભારપૂર્વક કહ્યું.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …