Breaking News

ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે આજે (11મી જૂન) ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સી. જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.સાતમી મેના રોજ  લોકસભાની સાથે રાજ્યની પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી.

જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ 1,33,163 મત સાથે જીત હાંસલ કરી હતી. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલે 88,457 મત મેળવ્યા હતા, તો વિજાપુર બેઠક પરથી સી.જે. ચાવડાએ 1,00,641 મત સાથે જીત મેળવી હતી. આ પૈકી સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીએ 82,017 મતથી વિજય મેળવ્યો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

નડાબેટ ખાતે રાજય કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21/06/2024 ના ગુજરાત સરકાર દ્વારા 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભારત પાક સરહદ પાસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?