તાજેતરમાં હાર્ટ અટેકના કેસોમાં વધારો થયો છે. જીમમાં યુવાનોની કસરત કરતી વખતે પણ હાર્ટ અટેકના કિસ્સા બન્યા છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકનું જોખમ પણ કોરોના સાથે જોડાયેલું છે. ભૂતપૂર્વ ડબ્લ્યુએચઓ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને મંગળવારે (28 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેક, ડાયાબિટીઝ, સ્ટ્રોકનું જોખમ વધે છે તે સ્પષ્ટ છે.
સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેકનું જોખમ રસી લીધા બાદ કરતા 4 થી 5 ટકા વધુ છે. હાર્ટ અટેકનું મુખ્ય કારણ કોરોના ચેપ છે. આ વાતની આશંકા ઓછી છે કે કોરોના વાયરસ એ રીતે બદલાયા કે આ રસીના કારણે બનેલી ઇમ્યૂનિટીને ખત્મ કરી શકે પરંતુ સતત ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.
કોવિડ -19 શરીરની કોઈપણ પ્રણાલીને અસર કરી શકે છે. તે મુખ્યત્વે ફેફસાં અને પછી હૃદયને અસર કરે છે. તેમણે કહ્યું કે વાયરલ ચેપ બળતરા પેદા કરીને આખા હૃદય (હૃદયના સ્નાયુઓ) ને અસર કરી શકે છે અને આ રીતે અંગને નુકસાન પહોંચાડે છે. જેને માયોકાર્ડિટિસ તરીકે ઓળખવામાં આવે છે.