ફેબ્રુઆરી માસમાં લગ્નનું માત્ર એક જ મુહૂર્ત (શુભ દિવસ) એટલે કે ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશેઆ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે. ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું મનાય છે. એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં. ત્યાર બાદ ૪ મે ૨૦૨૩થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે. જે ૨૭ જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી ૨૯ જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે, આ દિવસથી ચાર મહિના માટે ફરી બધાં જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.
વસંત પંચમી, અખાત્રીજ, દેવઊઠી અગિયારશ, અને નવા ટ્રેન્ડ મુજબ વેલેન્ટાઈન ડે વણજોયાં શુભ મુહૂર્ત ગણાય છે.