કચ્છની સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો પગપાળા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. જે પૈકી બે જવાનોના ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ નીપજ્યા છે. ગઈકાલે બપોરે ઘટેલી દુર્ઘટના અંગે BSF ઉચ્ચ સ્તરના અધિકારીઓને પણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે.લખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારમાં પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન ત્રણ જેટલા જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. જેમાંથી એક જવાન અને અધિકારીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળતા સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મરણ પામેલ BSF જવાનોમાં બિહારના 44 વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિષ્ણુ દેવ અને ઉત્તરાખંડના 49 વર્ષીય હેડ કોન્સ્ટેબલ દયાલ રામને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. ત્રણ જવાનોને ગંભીર હાલતમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબે સારવાર પૂર્વે બે જવાનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ત્રીજા જવાનોનો જીવ બચી ગયો હતો.બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમિત કુમારે જણાવ્યું હતું કે, ખાવડા નજીક આવેલા બોર્ડર પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો. ડેપ્યુટી કમાન્ડન્ટ વિષ્ણુ દેવના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સવારે પાંચ વાગ્યે દયાલ રામ સહિતના કુલ પાંચ બીએસએફ જવાનોની ટીમ ફૂટ પેટ્રોલીંગમાં નીકળી હતી. વાદળછાયા વાતાવરણમાં ભારે બફારા અને ભેજયુક્ત વાતાવરણમાં ટીમ બપોરે પરત ફરતી હતી. તે સમયે પાણી ખૂટી પડતા ત્રણેયની હાલત કથળી અને ડીહાઈડ્રેશન થયું હતું.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …