ભુજમાં વોર્ડનં.1માં વરસાદ પડતાની સાથે જ ગટરના પાણી રોડ પર વહી નીકળે છે તો સાથે સાથે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે.ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આ વિસ્તારના નાગરીકો અને કાઉન્સીલરો આજે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત માટે પહોંચ્યા હતા.કોંગ્રેસના નગરસેવકો કાસમ સમા સાથે કોંગી આગેવાનો આજે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલ સંકલનની બેઠકમાં રજુઆત માટે પહોંચ્યા હતા.ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે પ્રાંત અધીકારી અને ચીફ ઓફીસરને સુચના આપી હતી અને ત્રણ દિવસમાં પ્રશ્ન ઉકેલાઇ જશે તેવી ખાત્રી વહીવટીતંત્ર તરફથી નાગરીકોને મળી હતી.કાસમ સમાએ જણાવ્યુ હતું કે ભુજ સુધરાઇમાં ગટરના કામો પાછળ જેટલા રુપીયા ખર્ચાય છે તે પ્રમાણે કામ નથી થતું અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કાસમ સમાએ કર્યો હતો.તેમની સાથે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કીશોરદાન ગઢવીએ પણ રજુઆત કરી હતી સંજોગનગરના રહેવાસીઓએ જણાવ્યુ હતું કે દરવર્ષે ચોમાસામાં જરા વરસાદ પડે ત્યારે વોર્ડનં.1માં મુશ્કેલી સર્જાય છે.ખાસ કરીને આ વિસ્તારમાં અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતા હજુ સુધી તેમની સમસ્યાનો કોઇ ઉકેલ આવેલ નથી અને રોગચાળાનું જોખમ ઉભુ થયું છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …