ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58ને પાર પહોંચ્યો છે.રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે અમદાવાદ શહેરમાં 3 બાળકોના મોત, પંચમહાલ-મોરબીમાં 2-2 બાળકોના મોત, મહીસાગર-મહેસાણામાં 1- 1 બાળકનું મોત, સુરેન્દ્રનગર-ગાંધીનગરમાં 1-1 બાળકનું મોત, દાહોદમાં 2, દ્વારકામાં 1 બાળકનું મોત, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 બાળકનું મોત, સાબરકાંઠાગુજરાતમાં ચાદીપુરાના કેસમાં બે દિવસમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ શંકાસ્પદ વાયરસના કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે.. આ સાથે આ શંકાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20ના મૃત્યુ થયા છે. નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.માં ચાદીપુરાથી 1 દર્દીનું મોત, અરવલ્લી અને રાજકોટમાં 2-2 બાળકોના મોત અને રાજસ્થાનના 1 બાળકનું પણ મોત થયુ છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …