રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે સાંજથી અત્યાર સુધીમાં વરસી ગયો 22 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં પોરબંદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર જળબંબાકાર બન્યુ છે. અહી 22 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 15 ઇંચ વરસાદ , જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 13 ઇંચ, કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદ અને દ્વારકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. જ્યાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …