GSTના આસિસ્ટન્ટ કમિશર પાસેથી મળી બેહિસાબી સંપત્તિ; CBI તપાસમાં રૂપિયા 42 લાખ કરતાં વધુની રોકડ મળી આવી
ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે CBIની ટીમે બાતમીને આધારે સર્ચ કરતાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી છે. અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામ ખાતે CGSTમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અને અગાઉ એક્સસાઇઝ ઇન્ટેલિજન્સ અને ઇડીમાં ફરજ બજાવનાર મહેશ ચૌધરીને ત્યાંથી CBIને અત્યારસુધીમાં સત્તાવાર રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી જે તેમની સત્તાવાર આવક કરતાં 74 ટકા વધારે હતી.