આવતીકાલે રાષ્ટ્રપતિનું અભિભાષણ અને પહેલીએ રજૂ થશે દેશનું બજેટ

સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક (ઑલ પાર્ટી મીટિંગ ) બોલાવવામાં આવી છે સરકાર સામાન્યપણે આ પ્રકારે બેઠક બોલાવતી હોય છે પણ આજની બેઠક વધારે મહત્વની છે કારણ કે મોદી સરકારે તૈયાર કરેલ બજેટ આગામી દિવસોમાં સંસદના પટલ પર મૂકવામાં આવશે.

સોમવારે મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોષી વિપક્ષના નેતાઓ સાથે બેઠક કરશે, આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓ તે મુદ્દાઓને આગળ કરી શકે છે જેના પર તે સંસદમાં ચર્ચા કરવા માંગે છે. મહત્વન મહત્વનું છે કે સરકારનો આર્થિક સર્વે રિપોર્ટ પણ 31 જાન્યુઆરીના રોજ રજૂ થવાનો છે.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે વિપક્ષ નેતાઓ સાથેની બેઠક સિવાય એક NDAની પાર્ટીઓના નેતાઓની પણ બેઠક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર વિપક્ષના નેતાઓ સાથેની બેઠકમાં સંસદમાં કામકાજ સારી રીતે ચલાવવા માટે સહયોગની માંગ કરશે.

બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે જેમાં સૌથી પહેલા જ દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા અને રાજ્યભસાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવામાં આવશે. બજેટ સત્રમાં કુલ 27 તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે બજેટ.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?