કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી નવી નિતી અમલમાં મુકી છે.નવી નિતી અનુસાર હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આધારકાર્ડમાં સરનામુ બદલવા માટે જ તેમના સર્ટિફિકેટ આપી શકશે.આ સિવાય નવુ આધારકાર્ડ કઢાવવા,આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે કોર્પોરેટર,ધારાસભ્ય કે કલાસ વન ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવશે નહીં.
અમદાવાદ જિલ્લામાં દરરોજના ચાર હજાર જેટલા આધારકાર્ડની કામગીરી વિવિધ કેન્દ્રો ઉપરથી કરવામાં આવે છે.મ્યુનિ.ના આધાર કેન્દ્રો ઉપરાંત બી.એસ.એન.એલ.,બેન્કો ઉપરાંત પોસ્ટઓફિસ તેમજ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં આધારકાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે.નવા આધારકાર્ડ મેળવવા માટે તંત્રને મળતી અરજીઓમાં અંદાજે ૨૦૦ બાળકોની અરજીઓનો પણ સમાવેશ થાય છે.