ગાંધીનગર
ગુજરાત સરકારના કર્મચારીઓએ આગામી તારીખ 17મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યભરમાં પેન ડાઉન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે તમામ કર્મચારી મંડળોના હોદેદારો પાણીમાં બેસી જતા હાલ આંદોલનનો મામલો અભેરાય ચડી ગયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આંદોલનની જાહેરાતના પગલે ગુજરાત સરકારની પેટા મંત્રીઓની સમિતિની તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિવિધ કર્મચારી મહામંડળના હોદ્દેદારોને બોલાવાયા હતા અને સમજાવટપૂર્વક હાલની તકે આંદોલન ન થાય તેવું સિફત પૂર્વક સરકારે હોદ્દેદારોને સમજાવવામાં સફળ રહ્યા છે.
આ મુદ્દે ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કર્મચારીઓની માગણી હોદ્દેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમને તમામ બાબતો મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે તમામ કર્મચારી મંડળના પ્રશ્નોને સાંભળ્યા બાદ સુખદંત લાવવાની દિશા તરફ ચર્ચા થઈ રહી છે અને આગામી સપ્તાહે ફરી બેઠક મળશે તેમ જણાવ્યું હતું.
જો આગામી મિટિંગ માં કર્મચારીઓ ના પ્રશ્નો નો સુખદ અંત નહિ આવે તો આગામી ઓક્ટોબર મહિનામાં કર્મચારી મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમો યોજવામાં આવશે એવું સતીશ પટેલે જણાવ્યું હતું.