US પ્રેસિડન્ટ બાયડને ચોંકાવ્યાં, અચાનક પહોંચ્યાં યુક્રેન, કર્યું મોટું મદદનું એલાન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા. ત્યાં તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કી સાથે દેખાયા. બાઈડનનો આ પ્રવાસ ચોંકાવનારો છે. રાષ્ટ્રપતિ બાઈડન પોલેન્ડ ગયા. ત્યાંથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા.

એક રિપોર્ટ અનુસાર, બાઈડન કિવ પહોંચ્યા તેની પહેલાં વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન અમેરિકન મિસાઈલ શિલ્ડ પણ એક્ટિવ મોડમાં હતી. ‘કિવ ઈન્ડિપેન્ડેન્ટ’ અનુસાર- સમગ્ર કિવમાં માત્ર એ જ દેખાઈ રહ્યું હતું કે કોઈ ખાસ વ્યક્તિ રાજધાની પહોંચી રહ્યા છે. બાઈડનની વિઝિટ પહેલાં કિવમાં તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.બાઈડનના આવવાનું અનુમાન કોઈને નહોતું. માત્ર 22 મિનિટ પહેલાં જ રશિયાના હવાઈ હુમલાની સાયરન વાગી હતી. આથી દરેક લોકો એલર્ટ મોડ પર હતા. થોડી મિનિટ પછી એક બ્લેક શેવરલે કારમાં બાઈડન નજર આવ્યા. બાઈડનની વિઝિટ એટલે આટલી મહત્ત્વની થઈ જાય છે, કારણ કે માત્ર ચાર દિવસ પછી રશિયાના હુમલાના એક વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. બાઈડને વ્હાઈટ હાઉસમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં યુક્રેનનો સાથ નહીં છોડે.ખાસ વાત તો એ છે કે બાઈડને પોલેન્ડ પ્રવાસ કર્યો અને ત્યાં રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા સાથે મુલાકાત કરી. તેની થોડી જ મિનિટ પછી હિપ્લોમેટિક કેબલના માધ્યમથી રશિયાને જાણ કરવામાં આવી કે VVIP મૂવમેન્ટ છે અને કિવને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીને અણસાાર પણ ન આવ્યો કે બાઈડન કિવ પહોંચી શકે છે. કિવમાં યુક્રેનની ફોરેન મિનિસ્ટ્રી સામે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને થોડી જ મિનિટોમાં બાઈડન ગાડીમાંથી ઊતર્યા.

About JAYENDRA UPADHYAY

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »