ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થવા પામ્યું છે. ત્યારે આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિય મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગષ્ટ 1935 માં દિલ્હી ખાતે થયો હતો. તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઓમ પ્રકાશ કોહલી ભારતના લોકશાહીના ઉપલા ગૃહ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને ગુજરાતના રાજ્યપાલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકારણી છે . તેઓ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા . તેમણે દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખની જવાબદારી નિભાવી છે અને 37 વર્ષથી વધુ સમયથી દિલ્હીની હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી છે. વર્ષ 1999-2000 દરમિયાન, તેઓ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા . ઈમરજન્સી દરમિયાન એમઆઈએસએ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી .દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું હતું. ઓમ પ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા. તેમણે ‘ઓન ધ ફ્રન્ટ ઑફ નેશનલ સિક્યુરિટી’, ‘એજ્યુકેશન પોલિસી’ અને ‘ભક્તિ કાલના સંતોની સામાજિક ચેતના’ જેવા પુસ્તકો લખ્યા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …