વાસ્તવમાં વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સને લઈ આજે ઓનલાઈન ટિકિટ બુકિંગ 8 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 21 ફેબ્રુઆરીએ રાત્રે 11થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા બંધ રહેશે.
એસટી નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર પર ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા બંધ રહેશે. વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સ કામના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.