ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે.
આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 401 પોઝીટિવ કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમા 401 કેસ નોંધાયા છે. અમદાવાદમા 144 કેસ તેમજ સુરત 45 કેસ તેમજ વડોદરા 43 રાજકોટ 42 મોરબી 22 કેસ નોંધાયા છે. ગાંધીનગર 12 અમરેલી 14 મહેસાણા 16 કેસ તેમજ આણંદ 07 કેસ જામનગર 06 તેમજ સાબરકાંઠા વલસાડ 5-5 કેસ નોંધાયા છે. ભરૂચ છોટાઉદેપુર અને પાટણ 3-3 કેસ તેમજ દાહોદ -દ્વારકા 1-1 કેસ નોંધાયો છે. મહીસાગર અને પચંમહાલ 1-1 કેસ નોંધાયો છે