કચ્છ જિલ્લામાં આગામી તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ સ્મૃતિવન મેમોરીયલ,ભુજ ખાતે જી-૨૦નું ડેલીગેશન તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઈ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શકયતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહીં. કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવરહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સાધનો અથવા એરો સ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ કચ્છ જિલ્લાની સુરક્ષાને હાનિ પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહી. આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી હોઇ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ ના ન.-૨)ની કલમ-૧૪૪ તળેનું ” નો ડ્રોન” ફલાય ઝોન જાહે૨ ક૨વા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરેલ છે.
જેથી, દિલીપ રાણા, જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ ના ન.-૨)ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ, કચ્છ જિલ્લાના વિસ્તારમાં તા.૦૧/૦૪/૨૦૨૩ દિન-૧ માટે રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUAD COPTER), પાવર્ડ એરક્રાફ્રટ (POWERED AIRCRAFT), તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICRO LIGHT AIRCRAFT). હેંગ ગ્લાઇડ૨/પેરાગ્લાઈડ૨ (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બલુન્સ (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની મનાઈ ફરમાવેલ છે.
આ હુકમ સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને લાગુ પડશે નહી. જુદા જુદા કારણોસર ડ્રોનથી શુંટીગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષકશ્રી કે તેઓ ઘ્વારા અધિકૃત પોલીસ અધિકારી દ્વારા આપી શકાશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …