આજે વિડી હાઈસ્કૂલ સામેના જાહેર માર્ગે ચાલતી ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. સંભવિત ગેસ લિકેજના કારણે કારમાં ફાટી નીકળેલી આગથી કાર સળગીને ભડથું થઈ ગઈ હતી. સદભાગ્યે આગ ની જાણ થતાંજ સવાર લોકો કારમાંથી ઉતરી જતા તેઓનો બચાવ થયો હતો. આગના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. મંગળવાર સવારે 10.30 વાગ્યાની આસપાસ જ્યુબિલી સર્કલ તરફ જતી સફેદ કલરની ઇકો કારમાં સંભવિત ગેસ લિકેજ થતા આગ ફાટી નીકળી હતી. ભીષણ ગરમી વચ્ચે કારમાં સવાર લોકોને આગની અનુભૂતિ થતા તુરંત કારને ઉભી રાખી કારમાંથી ઊતરી ગયા હતા. જોતજોતામાં આગ સંપૂર્ણ કારમાં ફેલાઈ ગઈ હતી. અંદાજીત પોણો કલાક બાદ ફાયર ફાયટર પહોંચી આવ્યું હતું અને સળગતી કાર ઉપર પાણીનો મારો ચાલાવી આગને શાંત પાડી હતી. જોકે આ દરમિયાન કાર સંપૂર્ણપણે આગમાં બળી ગઇ હતી.ફાયર ટીમ ના ભગતસિંહ જાડેજા, સુનીલ મકવાણા, જગા રબારી,સોહમપુરી ગોસ્વામી,રક્ષિત ઢોલરીયા, લલિત શર્મા તેમજ ટ્રેનીગ સ્ટાફ જોડાયા હતા
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …